તાલીમ/ઇન્ટર્નશિપ/શોધ નિબંધ

ઇન્સ્ટિટ્યુટ ઓફ સિઝમોલોજિકલ રિસર્ચ (આઇ.એસ.આર) પૃથ્વી વિજ્ઞાનના ક્ષેત્રમાં યુવા સંશોધકોને તેમની કારકિર્દી બનાવવા માટે સંશોધન અને વિકાસમાં પ્રોત્સાહન આપે છે. આઇ.એસ.આર વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક તાલીમ અને ઇન્ટર્નશિપ પણ પ્રદાન કરે છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્ર્મની ટુંકી માહિતી/શોધ નિબંધ માટે તેમના સંબંધિત વિભાગના વડા દ્વારા સહી સિક્કા કરાવીને અરજી કરવાની રહેશે (અરજી પત્ર) તાલીમાર્થીઓએ ઓછામાં ઓછા છ અઠવાડિયાની તાલીમ આઇ.એસ.આર માં સતત ચાલુ રાખવાની રહેશે. ઓછા સમયની તાલીમ મેળવેલ હશેતો ઉમેદવારી રદ કરવામાં આવે છે. દર વર્ષની ૧ ફેબ્રુઆરી થી ૧૫ એપ્રિલ અને ૧ સપ્ટેમ્બર થી ૧૫ નવેમ્બર સુધીમાં આ ફોર્મ ભરવાના હોય છે. પસંદ થયેલ તાલીમાર્થીઓના નામ દર વર્ષના મે માસ અને ડીસેમ્બર માસના પ્રથમ અઠવાડીયામાં નામ સંસ્થાની વેબસાઇટ www.[dot]sr[dot]gujarat[dot]gov[dot]in / અથવા ઇમેઇલ training[at]isr[dot]res[dot]in દ્વારા જાહેર કરવામાં આવે છે.

પૂછપરછ માટે, સંપર્ક કરો :

શ્રીમતિ જ્યોતિ શર્મા, વૈજ્ઞાનિક-બી
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિઝમોલોજિકલ રિસર્ચ (આઇ.એસ.આર) ,
રાયસન, ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૦૦૯,
ઇમેઇલ:-training[at]isr[dot]res[dot]in
સંપર્ક નંબર: :૦૭૯-૬૬૭૩૯૦૧૯