પ્રશ્નો

  1. સિસ્મોલોજી શુ છે ?

    સિસ્મોલોજી ધરતીકંપ અને ધરતીકંપ ના તરંગો નો અભ્યાસ છે.

  2. ધરતીકંપ શુ છે ?

    પ્રુથ્વી દ્વારા અચાનક મુકત થતી ઉર્જા ભુકંપ/ ધરતીકંપ તરીકે ઓળખાય છે.

  3. ભુકંપશાસ્ત્રી કોણ છે ?

    ધરતીકંપ અને ધરતીકંપ ના તરંગો નો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક ભુકંપશાસ્ત્રી તરીકે ઓળખાય છે.

  4. ભુકંપ ની આગાહી કરી શકાય છે ?

    ભુકંપ ની આગાહી ને લગતા ઘણા અભ્યાસ થયા છે.પરંતુ ભુકંપ ની આગાહી કરી શકાતી નથી જો કે કેટ્લાક કીસ્સાઓ મા ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જ્ળ સ્તર મા થતા ફેરફાર રેડોન ગેસ ઉત્સર્જન ,હિલીયમ ગેસ ઉત્સર્જન વગેરે જેવા પ્રુથ્વી ના અલગ અલગ ભુ-ભૌતિક પરિમાણો મા થતા પુરોગામી ફેરફારો થોડા નિષ્ણાતો દ્વારા નોંધવામા આવ્યા છે.

  5. સિસ્મોગ્રાફ શુ છે ?

    ધરતીકંપ ના આંચકા માપવા નુ સાધન સિસ્મોગ્રાફ તરીકે ઓળખાય છે.

  6. ધરતીકંપ ના તરંગો શુ છે ?

    ધરતીકંપ ના તરંગો (અથવા સિસ્મીક વેવ) એ પ્રુથ્વી ના પેટાળમા થતા ધરતીકંપ અથવા વિસ્ફોટ ના કારણે ઉત્પન થતા ઉર્જા ના તરંગો છે. જે પ્રુથ્વી ના માધ્ય્મ દ્વારા પ્રસરે છે.અને સિસ્મોગ્રાફ દ્વારા માપવામા આવે છે.

  7. ધરતીકંપ ના તરંગો ના પ્રકાર ?

    ધરતીકંપ ના તરંગો ના પ્રકાર વિવિધ પ્રકારના હોય છે.વિભીન્ન તરંગો અલગ અલગ રીતે પ્રસરણ પામે છે. ધરતીકંપ ના તરંગો યાંત્રિક પ્રકારના તરંગો છે. જે બે પ્રકારના હોય છે. આંતરીક તરંગો (Body waves) અને સપાટી પરના તરંગો (Surface waves). ધરતીકંપ/ ભુકંપ આ બંન્ને પ્રકારના તરંગો દ્વારા ઉર્જાનુ ઉત્સર્જન કરે છે.


આંતરીક તરંગો/બોડી તરંગો (Body waves)

આંતરીક તરંગો એ પ્રુથ્વી ના આંતરીક સ્તરો દ્વારા પ્રસરે છે. ધરતીકંપ દ્વારા ઉત્પન્ન થતા આ બંન્ને પ્રકાર ના તરંગો પૈકી આંતરીક તરંગો પહેલા પહોચે છે આ તરંગો સપાટી ના તરંગો કરતા વધુ આવ્રુતિ ધરાવે છે.આંતરીક તરંગો બે પ્રકાર ના હોય છે.


-પ્રાથમિક તરંગો ( પ્રાઈમરી તરંગો અથવા Primary Waves)

પ્રાથમિક તરંગો એ પ્રથમ પ્રકારના આંતરીક તરંગો છે. જે સૌથી જ્ડપી પ્રકારના ધરતીકંપ ના તરંગો છે. અને સૌ પ્રથમ ધરતીકંપ ના સ્ટેશન પર આવે પહોચે છે. પ્રાથમિક પ્રકારના તરંગો પ્રુથ્વી ના ઘન અને પ્રવાહી મારફ્તે ગતિ કરે છે. પ્રાથમિક તરંગો સંગત તરંગો (longitudinal Wave) એટલે કે આ તરંગ મા માધ્ય્મ્ના કણો નુ સ્થાનાંતર તરંગ પ્રસરણ ની દિશા ઉપર હોય છે. દા.ત હવામા પ્રસરતા ધ્વની ના તરંગો આ તરંગો માધ્યમ મા ક્ર્મશ: સંઘનન(Condensation) અને વિઘનન (rarefication) રચીને પ્રસરણ પામતા હોય છે. શુ તમે ક્યારેય મેઘ ગર્જના અને એજ સમય પર બારીઓ નો ખખડાટ સાંભ્ળ્યો છે.? અહી મેઘ ગર્જના ને કારણે ઉત્પન થયેલા ધ્વનિ તરંગો ના સંઘનન (Condensation) અને વિઘનન (rarefactions) ના કારણે ખખડે છે./ઉતેજિત થાય છે તેવી જ રીતે પ્રાથમિક તરંગો નુ સંઘનન અને વિઘનન પત્થર પર જોવા મળે છે.

​પ્રાથમિક તરંગો
આકૃતિ 1 - પી મોજું સંકોચન અને વિસ્તરણ દ્વારા માધ્યમ દ્વારા પ્રવાસ કરે છે. કણો આ મોડેલમાં સમઘનનું પ્રતિનિધિત્વ કરે છે.

-ગૌણ તરંગો (Secondary Waves)

આ પ્રકારના તરંગો ના કીસ્સામા માધ્યમ ના ક્ણોના દોલનો તરંગ પ્રસરણ ની દિશા ને લંબ હોવાથી જયારે આવા તરંગો માધ્યમમા પ્રસરે છે ત્યારે માધ્યમ નો દરેક ખંડ કે ઘટક આકાર વિક્રુતી (Shearing Strain) અનુભવે છે.માત્ર ઘન માધ્યમ મા જ આકાર પ્રતિબળ(Sharing Stress) સંભવ હોવાથી લંબગત તરંગ ઘન માધ્યમમા જ પ્રસરણ પામી શકે છે. પ્રવાહી કે વાયુમા ગૌણ તરંગો(લંબગત તરંગો,transverse Wave) શક્ય નથી.


સપાટી તરંગો/Surface Waves) સરફેસ તરંગો:

જેમ પાણી પર મોજા ગતિ કરે છે. તેવી જ રીતે સપાટી (સરફેસ) તરંગો ફ્કત ગહ ની સપાટી પર જ ગતિ કરે છે. તે ફ્કત પ્રુથ્વી ના ઉપરના સ્તર મા ગતિ કરે છે.અને તેની આવ્રુતિ (Frequency)આતરીક તરંગો ની આવ્રુતિ કરતા ઓછી હોય છે. જેના કારણે તે સિસ્મોગ્રાફ પર સરળતા થી જુદા પડે છે./ઓળખાય છે.આ પ્રકારના તરંગો બોડી તરંગો બાદ આવે છે. આ એ જ તરંગો છે કે જે ભુકંપ દ્વારા થતા નુક્શાન અને વિનાશ માટે સંપુણ્રપણે જવાબદર છે.વધારે ઉડાઈ પર આવતા ભુકંપ દ્વારા ઉત્પન્ન થતા સરફેસ તરંગોની મજ્બુતાઈ (Strength) ઓછી હોય છે, જેના કારણે ઓછુ નુક્શાન થાય છે.સરફેસ તરંગો બે પ્રકારના હોય છે. લવ તરંગો(Love waves) અને રેલે તરંગો (Rayleigh Wave)


લવ તરંગો
આકૃતિ 3 - લવ મોજું એક માધ્યમ દ્વારા પ્રવાસ કરે છે. કણો આ મોડેલમાં સમઘનનું પ્રતિનિધિત્વ કરે છે.

લવ તરંગો (Love waves):

આ પ્રથમ પ્રકારના સરફેસ તરંગો છે. જે લવ તરંગો તરીકે ઓળખાય છે ૧૯૧૧ મા એ.ઈ.એચ.લવ (A.E.H.Love) નામના બ્રિટીશ ગણીતશાસ્ત્રી એ આ પ્રકારના તરંગો માટેનુ ગાણિતિક મોડેલ રજુ કરેલ હતુ તેમના નામ પરથી આ તરંગો લવ તરંગો તરીકે ઓળખાય છે.તે સૌથી ઝડપી પ્રકારના સરફેસ તરંગો છે જે . ભુકંપ દરમિયાન જમીન ને આજુ બાજુ ખસેડે છે. આ પ્રકારના તરંગો ફક્ત પ્રુથ્વી ના ઉપરના સ્તર ની સપાટી પર જ પ્રસરણ પામે છે.


રેલે તરંગો (Rayleigh Wave):

રેલે તરંગો એ બીજા પ્રકારના સરફેસ તરંગો છે. ૧૮૮૫ મા વિલીયમ સ્ટુટે ગાણિતિક રીતે આ પ્રકારના તરંગો હોવાની આગાહી કરી હતી જેમના નામ પરથી આ તરંગો રેલે તરંગો તરીકે ઓળખાય છે,તળાવ કે દરીયામા જેમ તરંગ પ્રસરે છે તેવીજ રીતે રેલે તરંગો જમીન પર પ્રસરે છે તે જ્મીન ને તરંગ પ્રસરણ ની દિશા મા ઉપર નીચે આજુ બાજુ ખસેડે છે ભુકંપ દરમિયાન અનુભવાતા મોટા ભાગ ના કંપનો અથવા ધ્રુજારી રેલે તરંગો ને કારણે અનુભવાય જે બીજા પ્રકાર્ના તરંગો ની સરખામણી એ ખુબ જ વધારે હોય છે.

રેલે તરંગો
આકૃતિ 4 - એક રેલેગ મોજું એક માધ્યમ દ્વારા પ્રવાસ કરે છે. કણો આ મોડેલમાં સમઘનનું પ્રતિનિધિત્વ કરે છે.