એક્ટિવ ટેક્ટોનિક્સ

મુળભુત મુદ્દાઓ:-

ક્રસ્ટલ ડીફ્રોમેશન,જી.પી.એસ. જીયોડેસી,એક્ટીવ ટેકટોનીક,પેલીયોસીસ્મોલોજી,કર્વાટરનરી જીયોલોજી, પેલીઓસુનામી,રીમોટ સેંસીંગ, ઓ.એસ.એલ.ડેટીંગ.

નોંધપાત્ર યોગદાન:-

  • ગુજરાત રાજ્યમાં આવેલા જીયોલોજીકલ ફોલ્ટ પર આવતા ભૂકંપની સમજુતી માટે અને ભૂકંપની આપતિ ને ચેતવા માટે કુલ ૨૨ જી.પી.એસ. સ્ટેશનની સ્થાપના કરી.
  • સાઉથ વાગડ ફોલ્ટ,કચ્છ મેઈનલેન્ડ ફોલ્ટ તથા પુર્વીય ક્ટ્રોલ હીલ ફોલ્ટના વિસ્તારમાં ધરતીની લાંબા સમયની ઉન્નતીદરની ચકાસણી કરેલ
  • દીવ ટાપુ વિસ્તારમાંથી વિનાશક સુનામીના પ્રાથમીક પુરાવાઓની શોધ કરવામાં પહેલ કરી.
  • આજના સમુદ્રની સ્તરથી ૨ મીટર ઉંચા ઐતીહાસીક (પાંચ હજાર વષૅ જુના) સમુદ્ર સ્તરના જીયોલોજીકલ પુરાવાની શોધ કરેલ.

હાલની શોધખોળની ગતિવિધિઓ:-

  • છેલ્લા છ હજાર વષૅમાં થયેલ સમુદ્રીય ધટનાઓ તથા સમુદ્રીય સપાટીમાં થયેલ બદલાવોનું વિગતવાર સંશોધન ચાલુ છે
  • કચ્છમાં આવેલ કચ્છ મેનલેંડ ફોલ્ટ તથા ગેડી ફોલ્ટ વિસ્તારમાં ભૂકંપની સંભાવના સમજવા માટે એકટીવ ફોલ્ટ મેપીંગનું સંશોધન ચાલુ છે.
  • હીમાચલ પ્રદેશમાં હીમાલયની પવૅતમાળામાં બીયાસ અને સતલુજ નદીની વચ્ચે આવેલ સોનદુન વિસ્તારમાં ભૂકંપની સંભાવના સમજવા માટે એકટીવ ફોલ્ટ મેપીંગનું સંશોધન ચાલુ છે.
  • દક્ષીણ સોરાષ્ટ્ર્રના કીનારાના વિસ્તારમાં ભૂકંપ તથા સમુદ્રસપાટીના બદલાવથી થતા ઉન્નતી પામેલા માટીના સ્તરોનો વિસ્તુત અભ્યાસ ચાલી રહ્યો છે. આ સંશોધનથી છેલ્લા હજારો વષૅમાં આવેલ ભૂકંપ,સુનામી જેવી આપતોઓ તથા સમુદ્રની સપાટીમાં થયેલા બદલાવની સમજ પડશે
  • મંગળ ગ્રહના જલીય તથા હીમનદી ગતિવીધિઓ થી બનેલા પુરાવાનું સંશોધન
  • કચ્છમાં આવેલ ક્ટ્રોલ હીલ ફોલ્ટના વિસ્તારમાં જી.પી.એસ. ધ્વારા જમીનની વિરુપતા તથા જમીનની સપાટીમાં હાલના સમયમાં થતા ફેરફાઓનો અભ્યાસ ચાલુ છે.
  • ઉતરાખંડમાં આવેલ હીમાલયની પવૅતમાળામાં મેઈન સેંન્ટ્રલ થ્રસ્ટ(એમ.સી.તી) વિસ્તારમાં ધરતીની સપાટીમાં થતાં ભુસ્તરીય તનાવનો અભ્યાસ ચાલી રહ્યો છે.આ અભ્યાસથી હિમાલય વિભાગમાં ભવિષ્યમાં આવનારા ભૂજંપની તીવ્રતાની સમજ પડશે.
  • કચ્છમાં આવેલા કચ્છ મેઈનલેન્ડ ફોલ્ટ વિસ્તારમાં જમીનની નીચે(કિલોમીટર સુધી) જીયોડાઈનામીક પ્રોફાઈલીંગનું સંશોધન ચાલુ છે. આ સંશોધનથી જમીનની ઉપર દેખાતા કે.એમ.એફ.નું જમીનની નીચેની રચના સમજવામાં મદદરુપ થશે.

અધિકારી/કમૅચારી:-

ડૉ પલ્લબી ચૌધરી(મુખ્ય તપાસનીય)

ડૉ ગીરીશ કોઠયારી

ડૉ રાકેશ ડુમ્કા

ડૉ.ફાલ્ગુની ભટ્ટાચાયૅ

ડૉ.સીધ્ધાથૅ પ્રીઝોમવાલામ

શ્રીમતી અચૅના દાસ

શ્રી તરુણ સોલંકી

શ્રી નિસૅગ મકવાણા

કુમારી દષ્ટ્રી ગાંધી